ચોમાસું વિદાય ક્યારે? 9 રાત્રિ ના 9 દિવસ શું છે આગાહી? ખેલૈયાઓ માટે મોટા સમાચાર

નમસ્કાર ગુજરાત, વર્ષ 2025માં નવરાત્રીની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે અને 2 ઓક્ટોબર 2025 ના રોજ પૂર્ણ થશે. નવરાત્રી દરમિયાન ગુજરાતના તમામ ખેલૈયાઓ ખેલવાની રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ જોવા મળશે તેવા સમાચાર હાલમાં ફરી રહ્યા છે ત્યારે હવે આ નવરાત્રિના નવ દિવસ દરમિયાન વરસાદ વિઘ્ન બનશે કે નહીં એમની માહિતી આજના આ આર્ટીકલ માં જાણીશું.
સામાન્ય રીતે ચોમાસા વિદાય માટેની તારીખ 15 સપ્ટેમ્બર છે. એટલે કે 15 સપ્ટેમ્બર ના રોજ ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે. જોકે આ વર્ષે ચોમાસુ થોડુંક લાંબુ ચાલવાના અહેવાલો મળી રહ્યા છે. ક્યારે વેધર ડેટા પ્રમાણે ચોમાસુ 8 થી 10 દિવસ સુધી લંબાશે. જેમને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે ચોમાસું મોડું વિદાય લેશે. એટલે બની શકે છે કે નવરાત્રી દરમિયાન આગળના નોરતા દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે.
જોકે છેલ્લા વર્ષે 23 સપ્ટેમ્બરે ચોમાસાને વિદાય લીધી હતી. 23 સપ્ટેમ્બર 2024ના રોજ રાજસ્થાનના કેટલાક વિસ્તારો અને પશ્ચિમ ઉત્તર કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસા વિદાય લીધી હતી. આ વર્ષે પણ એ વિસ્તારો ઉપર સૌથી પહેલા ચોમાસુ વિદાય લે તેવી સંભાવના છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર થી ચોમાસા વિદાયની સામાન્ય તારીખ શરૂ થતી હોય છે. જોકે ચોમાસા વિદાય માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. પરિબળો ને આધીન ચોમાસા વિદાયની તારીખ જાહેર કરવામાં આવે છે.
નવરાત્રી 2025 માં વરસાદ વિઘ્ન બાબત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમની આગાહી મુજબ તેમણે કહ્યું છે કે છેક ઓક્ટોબર મહિનામાં ચોમાસુ વિદાય લેશે. ત્યાં સુધી વરસાદ પડવાની આગાહી છે.
આગાહીમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે નવરાત્રી માં પણ હળવા વરસાદની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં હોવાનું હળવું દબાણ ઉત્પન્ન થશે જેમના ભાગરૂપે નવરાત્રી ના દિવસો દરમિયાન વરસાદ પડવાનુ વિઘ્ન બનશે.
હવામાન વિભાગ દ્વારા આખા સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ પડશે તેમને લઈને નવું અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ખૂબ સારા વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે. પરંતુ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદની કોઈ શકયતા બતાવવામાં આવી નથી. એટલે એમનો મતલબ એ થયો કે છેલ્લા દિવસો દરમિયાન ગુજરાતની અંદર વરસાદની શક્યતા નથી અને ત્યારે નવરાત્રી આવી રહી છે એટલે નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના ખૂબ ઓછી છે.
હાલના વેધર મોડલ ઉપર નજર કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં 10 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં સાર્વત્રિક અને અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. પરંતુ તે પછી ગુજરાતમાં વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થશે. અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય પણ લઈ શકે છે. જોકે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ વિદાય માટે રાહ જોવી પડશે. ત્યારે આવનાર દિવસોમાં ગુજરાતની અંદર વેધર કેવું રહેશે એમની માહિતી જણાવવામાં આવશે. કેમકે વેધર ડેટા આવનાર 15 દિવસનું થોડું સચોટ અનુમાન આપતું હોય છે. ત્યાર પછી આગળનું અનુમાન ઘણું બધું ખોટું પડતું હોય એટલા માટે અગાઉનું અનુમાન કરવું થોડું મુશ્કેલ છે.